Matthew 15:27
સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”
Matthew 21:12
ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા.
Mark 7:28
તે સ્ત્રીએ જવાબ આપ્યો,’ તે સાચું છે, પ્રભુ. પરંતુ છોકરા જે ખોરાકના નાના કકડાં મેજ નીચે પડે છે તે ખાતા નથી. તે કૂતરાંઓ ખાઇ જાય છે.’
Mark 11:15
ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી.
Luke 16:21
ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા.
Luke 19:23
જો તે સાચું હોય તો, તેં મારા પૈસા સાહુકારને ત્યાં (બેંકમાં) મૂક્યા હોત. પછી હું જ્યારે પાછો આવું ત્યારે, મારા પૈસાનું થોડું વ્યાજ મળ્યું હોત.
Luke 22:21
ઈસુએ કહ્યું કે, “તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે. તેનો હાથ મેજ પર મારા હાથની બાજુમાં છે.
Luke 22:30
મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો અને પીશો. તમે ઈસ્ત્રાએલના બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસનો પર બિરાજશો.
John 2:15
ઈસુએ કેટલાક દોરડાંના ટુકડાઓ વડે કોરડો બનાવ્યો. પછી ઈસુએ આ બધા માણસોને, ઘેટાંઓને, અને ઢોરોને મંદિર છોડી જવા દબાણ કર્યુ. ઈસુએ બાજઠો ઊધાં પાડ્યા અને લોકોનાં વિનિમયનાં નાણાં વેરી નાખ્યાં.
Acts 6:2
તે બાર પ્રેરિતોએ આખા સમૂહને બોલાવ્યો.પ્રેરિતોએ તેઓને કહ્યું, “દેવના વચનોનો બોધ આપવાનું આપણું કામ અટકી ગયું છે. તે સારું નથી. લોકોને કંઈક ખાવાનું વહેંચવામાં મદદ કરવા કરતાં દેવના વચનોનો બોધ આપવાનું ચાલુ રાખવું તે વધારે સારું છે.
Occurences : 15
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்