Acts 2:27
કારણ કે તું મારા આત્માને મૃત્યુના સ્થળે છોડશે નહિ. તું તારા પવિત્રને પણ કબરમાં કોહવાણ જોવા દઇશ નહિ.
Acts 13:34
દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો છે. ઈસુ ફરીથી કબરમાં કદાપિ જશે નહિ અને ધૂળમાં ફેરવાશે નહિ. તેથી દેવે કહ્યું:‘હું તને સાચા અને પવિત્ર વચનો (આશીર્વાદો) આપીશ જે મેં દાઉદને આપ્યાં હતા.’ યશાયા 55:3
Acts 13:35
પણ બીજી એક જગ્યાએ દેવ કહે છે:‘તું તારા પવિત્રનાં શરીરને કબરમાં સડવા દઇશ નહિ.’ ગીતશાસ્ત્ર 16:10
1 Timothy 2:8
દરેક જગ્યાએ રહેતા માણસો પ્રાર્થના કરે એમ હુ ઈચ્છુ છું. પ્રાર્થનામાં જેઓ હાથ ઊંચા કરતા હોય તેઓ પવિત્ર હોવા જોઈએ. તે માણસો એવા ન હોવા જોઈએ કે જે ગુસ્સે થતા હોય અને દલીલબાજી કરતા હોય.
Titus 1:8
વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ.
Hebrews 7:26
ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે.તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે.
Revelation 15:4
હે પ્રભુ બધા લોકો તારાથી બીશે. બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે! કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે. બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે, કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
Revelation 16:5
પછી મેં પાણીના દૂતને દેવને એમ કહેતા સાંભળ્યો કે: “તું તે એક છે, જે છે, અને હંમેશા હતો. તું પવિત્ર છે, તું જે ન્યાય કરે છે તે યોગ્ય છે.
Occurences : 8
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்