Psalm 120:5
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું અને કેદારનાં તંબુઓમાં વસું છું.
Psalm 120:5 in Other Translations
King James Version (KJV)
Woe is me, that I sojourn in Mesech, that I dwell in the tents of Kedar!
American Standard Version (ASV)
Woe is me, that I sojourn in Meshech, That I dwell among the tents of Kedar!
Bible in Basic English (BBE)
Sorrow is mine because I am strange in Meshech, and living in the tents of Kedar.
Darby English Bible (DBY)
Woe is me, that I sojourn in Meshech, that I dwell among the tents of Kedar!
World English Bible (WEB)
Woe is me, that I live in Meshech, That I dwell among the tents of Kedar!
Young's Literal Translation (YLT)
Wo to me, for I have inhabited Mesech, I have dwelt with tents of Kedar.
| Woe | אֽוֹיָה | ʾôyâ | OH-ya |
| is me, that | לִ֭י | lî | lee |
| I sojourn | כִּי | kî | kee |
| in Mesech, | גַ֣רְתִּי | gartî | ɡAHR-tee |
| dwell I that | מֶ֑שֶׁךְ | mešek | MEH-shek |
| in | שָׁ֝כַ֗נְתִּי | šākantî | SHA-HAHN-tee |
| the tents | עִֽם | ʿim | eem |
| of Kedar! | אָהֳלֵ֥י | ʾāhŏlê | ah-hoh-LAY |
| קֵדָֽר׃ | qēdār | kay-DAHR |
Cross Reference
Ezekiel 27:13
ગ્રીસ, તુબાલ અને મેશેખથી વેપારીઓ ગુલામો અને પિત્તળના વાસણો લાવતા હતા અને બદલામાં તારો માલ લઇ જતા હતા.
Genesis 25:13
ઇશ્માંએલના પુત્રો તેમના જન્મના ક્રમ પ્રમાંણે આ છે: તેનો મોટો પુત્ર નબાયોથ હતો. પછી કેદાર,
Genesis 10:2
યાફેથના પુત્રો હતા: ગોમેર, માંગોગ, માંદાય, યાવાન, તુબાલ, મેશેખ અને તીરાસ.
Song of Solomon 1:5
હે યરૂશાલેમની દીકરીઓ, હું રંગે શ્યામ છતાં સ્વરૂપવાન છું, મારી શ્યામલતા કેદારના તંબુઓના જેવી અથવા સુલેમાનના તંબૂના પડદાઓ સમાન છે.
Revelation 2:13
તું ક્યાં વસે છે તે હું જાણુ છું. તું જ્યાં શેતાનની પોતાની ગાદી છે ત્યાં રહે છે, પણ મને તો તું વિશ્વાસુ છે. અંતિપાસના સમય દરમિયાન પણ તે મારામાં વિશ્વાસ હોવા વિષેની ના પાડી નહિ. અંતિપાસ મારો વિશ્વાસુ સાક્ષી હતો જેને તમારા શહેરમાં મારી નાખવામાં આવ્યો હતો. જ્યાં શેતાન રહે છે તે તમારું શહેર છે.
2 Peter 2:7
પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો.
Micah 7:1
હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.
Ezekiel 39:1
“હે મનુષ્યના પુત્ર, તું ગોગની વિરુદ્ધ પ્રબોધ કર અને કહે: યહોવા મારા માલિક તને આ કહે છે, ‘હેરોશ, મેશેખ તથા તુબાલના રાજકર્તા ગોગ, હું તારી વિરુદ્ધ છું.
Ezekiel 38:2
“હે મનુષ્યના પુત્ર, માગોગ દેશમાંના જરોશ, મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ તરફ તારું મુખ રાખ્ અને તેની વિરુદ્ધ પ્રબોધ કર.
Ezekiel 27:21
અરબસ્તાનના લોકો અને કેદારના આગેવાનો તારા માલની કિંમત ઘેટાબકરાંમાં ચૂકવતાં.
Jeremiah 49:28
બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે,“ચાલો, કેદારના કુળસમૂહો પર હલ્લો કરો; પૂર્વના એ લોકોનો સંહાર કરો.
Jeremiah 15:10
પછી યમિર્યાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો! મારે દેશમાં બધા સાથે ઝગડો તથા તકરાર કરવાં પડે છે! મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે, નથી કોઇને ઉછીનું આપ્યું, તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે?
Jeremiah 9:6
તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” આ યહોવાના વચન છે.
Jeremiah 9:2
અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં અને તેઓને વીસરી જાઉં અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને, તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં! એ બધા બેવફા લોકો છે, દગાબાજોની ટોળકી છે.
Isaiah 60:6
ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે. તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે, શેબાથી પણ બધાં આવશે; સોનું અને લોબાન લઇને આવશે, યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.
1 Samuel 25:1
થોડા સમય બાદ શમુએલનું અવસાન થયું. સર્વ ઇસ્રાએલીઓ તેના દફન માંટે ભેગા થયા અને તેના અવસાન પર તેઓએ શોક જાહેર કર્યો, અને રામાંમાં તેને ઘરમાં દફનાવ્યો. એ પછી દાઉદ પારાનના રણમાં ચાલ્યો ગયો.