માથ્થી 27:62
તે દિવસ સિદ્ધિકરણ દિવસ કહેવાતો હતો. બીજે દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા.
માર્ક 15:42
આ દિવસ સિદ્ધિકરણનો કહેવાય છે. (આનો અર્થ વિશ્રામવારના આગળનો દિવસ.) ત્યાં અંધારું થઈ રહ્યું હતું.
લૂક 23:54
તે દિવસ સિદ્ધિકરણનો હતો. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે, વિશ્રામવાર શરૂ થયો હતો.
યોહાન 19:14
હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસહતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”
યોહાન 19:31
આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય.
યોહાન 19:42
તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.
Occurences : 6
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்