માથ્થી 10:5
આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ.
માર્ક 6:8
ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: ‘તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ.
માર્ક 8:6
ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ.
લૂક 5:14
ઈસુએ આ વાત કોઈને પણ ન કહેવાની આજ્ઞા કરીને કહ્યું, “તું યાજક પાસે જા અને તારી જાત તેને બતાવ અને મૂસાના આદેશ પ્રમાણે દેવને ભેટ અર્પણ કર. જેથી લોકોને ખબર પડશે કે તું સારો થઈ ગયો છે.”
લૂક 8:29
પછી ઈસુએ તે અશુદ્ધ આત્માને આ માણસમાંથી બહાર આવવા હુકમ કર્યો તે માણસ ઈસુની આગળ નીચે પડ્યો અને મોટા સાદેથી બૂમો પાડવા લાગ્યો, “ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસેથી શું ઈચ્છે છે? મહેરબાની કરીને મને શિક્ષા કરીશ નહિ!”
લૂક 8:56
તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ.
લૂક 9:21
ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી.
પ્રેરિતોનાં ક્રત્યો 1:4
એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, ‘તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ.
પ્રેરિતોનાં ક્રત્યો 4:18
પછી યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનને ફરીથી અંદર બોલાવ્યા. તેઓએ પ્રેરિતોને ઈસુના નામે કંઈ પણ શીખવવાની કે કહેવાની મનાઇ કરી.
પ્રેરિતોનાં ક્રત્યો 5:28
તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”
Occurences : 30
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்