પ્રકટીકરણ 4:3
તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.
પ્રકટીકરણ 4:4
રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં.
પ્રકટીકરણ 4:8
આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી;“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”
પ્રકટીકરણ 5:11
પછી મેં જોયું અને મેં ઘણા દૂતોને વાણી સાંભળી. તે દૂતો રાજ્યાસનની, તે જીવતાં ચાર પ્રાણીઓની, અને વડીલોની આજુબાજુ હતા. ત્યાં હજારો દૂતો હતા-અને તે લાખો અને હજારોહજારની સંખ્યામાં હતા.
Occurences : 4
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்