Psalm 119:30 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 119 Psalm 119:30

Psalm 119:30
તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે. તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.

Psalm 119:29Psalm 119Psalm 119:31

Psalm 119:30 in Other Translations

King James Version (KJV)
I have chosen the way of truth: thy judgments have I laid before me.

American Standard Version (ASV)
I have chosen the way of faithfulness: Thine ordinances have I set `before me'.

Bible in Basic English (BBE)
I have taken the way of faith: I have kept your decisions before me.

Darby English Bible (DBY)
I have chosen the way of faithfulness; thy judgments have I set [before me].

World English Bible (WEB)
I have chosen the way of truth. I have set my heart on your law.

Young's Literal Translation (YLT)
The way of faithfulness I have chosen, Thy judgments I have compared,

I
have
chosen
דֶּֽרֶךְderekDEH-rek
the
way
אֱמוּנָ֥הʾĕmûnâay-moo-NA
of
truth:
בָחָ֑רְתִּיbāḥārĕttîva-HA-reh-tee
judgments
thy
מִשְׁפָּטֶ֥יךָmišpāṭêkāmeesh-pa-TAY-ha
have
I
laid
שִׁוִּֽיתִי׃šiwwîtîshee-WEE-tee

Cross Reference

પુનર્નિયમ 11:18
“તેથી માંરી આ આજ્ઞાઓ સદાય યાદ રાખો, તમાંરા હાથમાં ચિન્હની જેમ બાંધો, અથવા તેમને તમાંરા કપાળ પર તેને સ્મૃતિપત્રની જેમ પહેરો.

1 પિતરનો પત્ર 2:2
નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે.

યોહાન 8:45
હું સત્ય કહું છું, તેથી તમે મારામાં વિશ્વાસ કરતા નથી.

યોહાન 3:19
આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.

લૂક 10:42
ફક્ત એક જ વાત મહત્વની છે, મરિયમે યોગ્ય પસંદગી કરી છે; અને તે તેની પાસેથી કદાપિ લઈ લેવામાં આવશે નહિ.”

નીતિવચનો 1:29
કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી.

ગીતશાસ્ત્ર 119:173
મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે, મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.

ગીતશાસ્ત્ર 119:111
હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હૃદયનો આનંદ છે.

ગીતશાસ્ત્ર 119:52
હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે. અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.

ગીતશાસ્ત્ર 119:29
તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો; કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.

ગીતશાસ્ત્ર 119:24
હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે.

યહોશુઆ 24:15
“યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”

2 યોહાનનો પત્ર 1:4
તમારા કેટલાંએક બાળકો વિશે જાણીને હું ઘણો ખુશ હતો. હું ખુશ છું કે પિતાએ આપણને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ સત્યના માર્ગ ચાલે છે.