Jeremiah 7:15
તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.”‘
Jeremiah 7:15 in Other Translations
King James Version (KJV)
And I will cast you out of my sight, as I have cast out all your brethren, even the whole seed of Ephraim.
American Standard Version (ASV)
And I will cast you out of my sight, as I have cast out all your brethren, even the whole seed of Ephraim.
Bible in Basic English (BBE)
And I will send you away from before my face, as I have sent away all your brothers, even all the seed of Ephraim.
Darby English Bible (DBY)
and I will cast you out of my sight, as I have cast out all your brethren, all the seed of Ephraim.
World English Bible (WEB)
I will cast you out of my sight, as I have cast out all your brothers, even the whole seed of Ephraim.
Young's Literal Translation (YLT)
And I have cast you from before My face, As I have cast out all your brethren, The whole seed of Ephraim.
| And I will cast you out | וְהִשְׁלַכְתִּ֥י | wĕhišlaktî | veh-heesh-lahk-TEE |
| my of | אֶתְכֶ֖ם | ʾetkem | et-HEM |
| sight, | מֵעַ֣ל | mēʿal | may-AL |
| as | פָּנָ֑י | pānāy | pa-NAI |
| out cast have I | כַּאֲשֶׁ֤ר | kaʾăšer | ka-uh-SHER |
| הִשְׁלַ֙כְתִּי֙ | hišlaktiy | heesh-LAHK-TEE | |
| all | אֶת | ʾet | et |
| your brethren, | כָּל | kāl | kahl |
| אֲחֵיכֶ֔ם | ʾăḥêkem | uh-hay-HEM | |
| even the whole | אֵ֖ת | ʾēt | ate |
| seed | כָּל | kāl | kahl |
| of Ephraim. | זֶ֥רַע | zeraʿ | ZEH-ra |
| אֶפְרָֽיִם׃ | ʾeprāyim | ef-RA-yeem |
Cross Reference
ચર્મિયા 52:3
હકીકત એ છે કે, યરૂશાલેમે અને યહૂદિયાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે આખરે તેણે તેમને પોતાના સાન્નિધ્યમાંથી હાંકી કાઢયાં, અને સિદકિયાએ બાબિલ સામે છળકપટ કર્યું.
ચર્મિયા 15:1
“મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!
2 રાજઓ 17:23
આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
હોશિયા 13:16
સમરૂને દેવની વિરૂદ્ધ બંડ કર્યું છે; માટે તેણે તેના અપરાધના ફળ ભોગવવા પડશે. તેના ઉપર આક્રમણ કરનાર સૈન્ય તેના લોકોનો સંહાર કરશે. તેમના બાળકોને ભોંયે પછાડીને મારી નાખવામાં આવશે અને તેમની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે. એ લોકો તરવારનો ભોગ બનશે.
હોશિયા 12:1
યહોવા કહે છે,” ઇસ્રાએલ વાયુને પકડવાનો કોઇ પ્રયત્ન કરતું હોય તેમ વતેર્ છે. તેઓ તેમના જૂઠાણા વધારે છે અને વધારેને વધારે ચોરે છે. તેઓ આશ્શૂરીઓ સાથે કરારો કરે છે, પણ એ જ સમયે મિસરને ખંડણી તરીકે જેતૂનનું તેલ મોકલે છે.
હોશિયા 9:16
ઇસ્રાએલને સડો લાગ્યો છે, તેના મૂળીયાં સુકાઇ ગયા છે, એને ફળ નહિ આવે; અને તેમને સંતાન થાય તો પણ હું તેમના વહાલાં સંતાનોનો સંહાર કરીશ.”
હોશિયા 9:9
ઘણા સમય પહેલાં ગિબયાહમાં જે પુરુષો હતા, તેઓ ખરાબ રીતે વર્તતા અને ષ્ટતામાં ઊંડા ઉતરી ગયા હતા. યહોવા તેમના અપરાધો સંભારશે અને તેમના પાપોની સજા કરશે.”
હોશિયા 9:3
ઇસ્રાએલના લોકો યહોવાની ભૂમિમાં રહી શકશે નહિ. તેમણે પાછા મિસર જવું પડશે. આશ્શૂરમાં તેમણે નિષિદ્ધ અન્ન ખાવું પડશે.
હોશિયા 1:4
યહોવાએ તેને કહ્યું, “તેનું નામ ‘યિઝએલ’ પાડ, કારણકે થોડા જ સમયમાં હું યેહૂના કુટુંબના માણસો પર બદલો લઇશ અને તેના વંશજોને યિઝએલ ખીણમાં તેણે જે રકતપાત કર્યો હતો તેના માટે સજા કરીશ.
ચર્મિયા 23:39
પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ.
ચર્મિયા 3:8
તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો.
ગીતશાસ્ત્ર 78:67
દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો, અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
2 કાળવ્રત્તાંત 15:9
ત્યારબાદ તેણે યહૂદા અને બિન્યામીનના બધા લોકોને પોતાની સામે આવવા હુકમ કર્યો, યહોવા દેવ રાજા આસાની સાથે છે, તે જાણીને એફ્રાઇમ, મનાશ્શા અને શિમયોન પ્રદેશોમાંથી ઇસ્રાએલમાં વસવા આવેલાં લોકોને ભેગા કરવાનો હુકમ કર્યોં.
2 રાજઓ 24:20
યરૂશાલેમે અને યહૂદાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે છેલ્લે તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા; પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરૂદ્ધ બળવો કર્યો.
2 રાજઓ 17:18
આ બધાને કારણે યહોવાનો રોષ ઇસ્રાએલ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. ફકત યહૂદાનું કુળસમૂહ રહ્યું.