Jeremiah 46:20
“મિસર તો રૂડીરૂપાળી વાછરડી હતી. પણ ઉત્તરમાંથી એક અશ્વમાખ આવીને તેને ડંખ મારશે અને તેને દોડાવશેે!
Jeremiah 46:20 in Other Translations
King James Version (KJV)
Egypt is like a very fair heifer, but destruction cometh; it cometh out of the north.
American Standard Version (ASV)
Egypt is a very fair heifer; `but' destruction out of the north is come, it is come.
Bible in Basic English (BBE)
Egypt is a fair young cow; but a biting insect has come on her out of the north.
Darby English Bible (DBY)
Egypt is a very fair heifer; the gad-fly cometh, it cometh from the north.
World English Bible (WEB)
Egypt is a very beautiful heifer; [but] destruction out of the north is come, it is come.
Young's Literal Translation (YLT)
A heifer very fair `is' Egypt, Rending from the north doth come into her.
| Egypt | עֶגְלָ֥ה | ʿeglâ | eɡ-LA |
| is like a very fair | יְפֵֽה | yĕpē | yeh-FAY |
| heifer, | פִיָּ֖ה | piyyâ | fee-YA |
| destruction but | מִצְרָ֑יִם | miṣrāyim | meets-RA-yeem |
| cometh; | קֶ֥רֶץ | qereṣ | KEH-rets |
| it cometh out | מִצָּפ֖וֹן | miṣṣāpôn | mee-tsa-FONE |
| of the north. | בָּ֥א | bāʾ | ba |
| בָֽא׃ | bāʾ | va |
Cross Reference
ચર્મિયા 47:2
આ યહોવાના વચન છે, “ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે. તે તેઓનાં નગરો તથા તેમાનાં સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.”
હોશિયા 10:11
એફ્રાઇમ એક શિક્ષા પામેલી જુવાન ગાય જેવી છે જેને દાણા છૂટા પાડવા ગમે છે. મેં તેને અગાઉ કદી ઝૂંસરી નીચે મૂકી નથી. મેં તેની કોમળ ડોકને મુકત રાખી હતી. પરંતુ હવે હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ. તેને હળમાં બાંધવામાં આવશે. યહૂદા જમીન ખેંડશે અને યાકૂબ કઠણ જમીન તોડશે.
ચર્મિયા 1:14
યહોવાએ કહ્યું, “ઉત્તરમાંથી જ આ દેશનાં સૌ વાસીઓ પર આફત ઉતરશે.
ચર્મિયા 46:6
“ખૂબ અતિ ઝડપથી દોડનાર કે અતિ શૂરવીર સૈનિકો પણ બચી શકે નહિ, ઉત્તર તરફ યુફ્રેતીસ નદી પાસે તેઓ ઘવાઇને પડ્યા છે.
ચર્મિયા 46:10
કારણ કે આજે અમારા પ્રભુ યહોવાનો દિવસ છે, આજે તેનો વૈર લેવાનો, પોતાના દુશ્મનો ઉપર વૈર લેવાનો દિવસ છે. આજે તેની તરવાર ધરાઇ ધરાઇને તેમને ખાઇ જશે અને તૃપ્ત થતા સુધી તેમનું લોહી પીશે. અમારા પ્રભુ યહોવાએ ઉત્તરમાં ફ્રંાત નદીને કિનારે યજ્ઞ માંડ્યો છે.
ચર્મિયા 25:9
તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.
ચર્મિયા 46:24
મિસરના લોકોએ તેમની આબરૂ ગુમાવી છે, ઉત્તરના લોકોએ તેમને તેમના ગુલામ બનાવ્યા છે.”
ચર્મિયા 50:11
યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ, તમે મારી પોતાની ભૂમિને લૂંટી છે; તમે ભલે આનંદ માણો અને મોજ કરો, ગોચરમાં ઠેકડા મારતા વાછરડાની જેમ દોડો અને ઘોડાની જેમ હણહણો;