Deuteronomy 28:43
તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓની ઉત્તરોત્તર પ્રગતિ થશે. તેઓ ધનવાન બનશે અને તમે ઉત્તરોત્તર પડતી થવાથી ગરીબ બનશો.
Deuteronomy 28:43 in Other Translations
King James Version (KJV)
The stranger that is within thee shall get up above thee very high; and thou shalt come down very low.
American Standard Version (ASV)
The sojourner that is in the midst of thee shall mount up above thee higher and higher; and thou shalt come down lower and lower.
Bible in Basic English (BBE)
The man from a strange land who is living among you will be lifted up higher and higher over you, while you go down lower and lower.
Darby English Bible (DBY)
The sojourner that is in thy midst shall rise above thee higher and higher, and thou shalt sink down lower and lower.
Webster's Bible (WBT)
The stranger that is within thee shall rise above thee very high; and thou shalt come down very low.
World English Bible (WEB)
The foreigner who is in the midst of you shall mount up above you higher and higher; and you shall come down lower and lower.
Young's Literal Translation (YLT)
the sojourner who `is' in thy midst goeth up above thee very high, and thou goest down very low;
| The stranger | הַגֵּר֙ | haggēr | ha-ɡARE |
| that | אֲשֶׁ֣ר | ʾăšer | uh-SHER |
| is within | בְּקִרְבְּךָ֔ | bĕqirbĕkā | beh-keer-beh-HA |
| up get shall thee | יַֽעֲלֶ֥ה | yaʿăle | ya-uh-LEH |
| above | עָלֶ֖יךָ | ʿālêkā | ah-LAY-ha |
| very thee | מַ֣עְלָה | maʿlâ | MA-la |
| high; | מָּ֑עְלָה | māʿĕlâ | MA-eh-la |
| and thou | וְאַתָּ֥ה | wĕʾattâ | veh-ah-TA |
| shalt come down | תֵרֵ֖ד | tērēd | tay-RADE |
| very | מַ֥טָּה | maṭṭâ | MA-ta |
| low. | מָּֽטָּה׃ | māṭṭâ | MA-ta |
Cross Reference
પુનર્નિયમ 28:13
આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનું તમે નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો યહોવા તમને આગળ રાખશે, પાછળ રાખશે નહિ, અને તમે હંમેશા ઉપર રહેશો નીચે નહિ.
યોહાન 19:15
યહૂદિઓએ બૂમ પાડી, “તેને દૂર લઈ જાઓ! તેને દૂર લઈ જાઓ! તેને વધસ્તંભ પર જડો!”પિલાતે યહૂદિઓને પૂછયું, “શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?”મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “અમારો રાજા ફક્ત કૈસર છે.”
યોહાન 18:31
પિલાતે યહૂદિઓને કહ્યું, “ઓ યહૂદિઓ, તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.”યહૂદિઓએ ઉત્તર આપ્યો, “પણ અમારું નિયમશાસ્ત્ર અમને કોઈ વ્યક્તિને તેને મૃત્યુદંડની શિક્ષા કરવાની પરવાનગી આપતું નથી.”
2 રાજઓ 24:14
તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો.
2 રાજઓ 17:23
આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
2 રાજઓ 17:20
તેથી યહોવાએ બધા ઇસ્રાએલીઓનો ત્યાગ કર્યો, તેમને સજા કરી, અને તેમને ધાડપાડુઓને સોંપી દીધા અને છેલ્લે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.
1 શમુએલ 13:19
સમગ્ર ઇસ્રાએલમાં એક પણ ઇસ્રાએલી લુહાર શોધ્યો જડતો ન હતો. કારણ, પલિસ્તીઓએ ઇસ્રાએલીઆને લોઢાની તરવાર અને ભાલા બનાવવાની કળા શીખવી હતી નહિ તેના કારણે તેઓ ઇસ્રાએલીઓથી ડરતા હતા.
1 શમુએલ 13:3
પછી યોનાથાને ગેબામાંના પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો અને પલિસ્તીઓએ આના વિશે સાંભળ્યું. પછી શાઉલે તેના સૈનિકોને ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી રણસિંગુ ફૂકવા કહ્યું અને કહ્યું, “ભલે હિબ્રૂ લોકો આ સમાંચાર સાંભળે.”
ન્યાયાધીશો 15:11
તેથી યહૂદાના કુળસમૂહમાંથી ત્રણહજાર માંણસો ‘એટામ’ના ખડકની ગુફા આગળ ગયા સામસૂનને મળ્યા અને કહ્યું, “તને એટલી ખબર નથી કે અમે પલિસ્તીઓના તાબેદાર છીએ? તે અમને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા?”તેણે કહ્યું, “મેં તેઓ સાથે એવોજ વર્તાવ કર્યો, જેવો વર્તાવ તેઓએ માંરી સાથે કર્યો હતો.”
ન્યાયાધીશો 14:4
તેના માંતાપિતાને ખબર નહોતી કે આ બધું યહોવા કરી રહ્યાં છે; તેને પલિસ્તીઓ સાથે લડવાનું કારણ જોઈતું હતું, કારણ એ વખતે પલિસ્તીઓ ઈસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતા હતાં.
ન્યાયાધીશો 10:7
આથી યહોવાનો રોષ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પલિસ્તીઓ અને આમ્મોનીઓના હાથમાં સોંપી દીધા.
ન્યાયાધીશો 4:2
તેથી યહોવાની ઇચ્છાપ્રમાંણે ઈસ્રાએલીઓને હાસોરમાં રાજ કરનાર કનાની રાજા યાબીનના હાથે પરાજીત કરાયા હતાં. તેના સૈન્યના સેનાપતિનું નામ સીસરો હતું જે હરોશેથ હગોઈમમાં રહેતો હતો.
ન્યાયાધીશો 2:11
તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.
ન્યાયાધીશો 2:3
“તમે માંરા કરારનો ભંગ કર્યો છે તેથી હું તમને કહું છું કે હવે હું આ લોકોને તમાંરી આગળથી હાંકી કાઢીશ નહિ, તેઓ તમાંરી કૂખોમાં કાંટાની જેમ ભોંકાશે અને તેઓના દેવો તમને સતત શત્રુઓની જેમ ફસાવશે.”