Amos 5:4
ઇસ્રાએલના લોકોને યહોવા કહે છે: “મને શોધો, તો તમે જીવશો;
Amos 5:4 in Other Translations
King James Version (KJV)
For thus saith the LORD unto the house of Israel, Seek ye me, and ye shall live:
American Standard Version (ASV)
For thus saith Jehovah unto the house of Israel, Seek ye me, and ye shall live;
Bible in Basic English (BBE)
For these are the words of the Lord to the children of Israel: Let your hearts be turned to me, so that you may have life:
Darby English Bible (DBY)
For thus saith Jehovah unto the house of Israel: Seek ye me, and ye shall live.
World English Bible (WEB)
For thus says Yahweh to the house of Israel: "Seek me, and you will live;
Young's Literal Translation (YLT)
For thus said Jehovah to the house of Israel: Seek ye Me, and live,
| For | כִּ֣י | kî | kee |
| thus | כֹ֥ה | kō | hoh |
| saith | אָמַ֛ר | ʾāmar | ah-MAHR |
| the Lord | יְהוָ֖ה | yĕhwâ | yeh-VA |
| unto the house | לְבֵ֣ית | lĕbêt | leh-VATE |
| Israel, of | יִשְׂרָאֵ֑ל | yiśrāʾēl | yees-ra-ALE |
| Seek | דִּרְשׁ֖וּנִי | diršûnî | deer-SHOO-nee |
| ye me, and ye shall live: | וִֽחְיֽוּ׃ | wiḥĕyû | VEE-heh-YOO |
Cross Reference
સફન્યા 2:3
દેશના સર્વ નમ્ર લોકો યહોવાને શોધવાનો પ્રયત્ન કરે છે, તમારામાંથી જેઓ તેની આજ્ઞા પ્રમાણે કરે છે, જે સાચું હોય તે કરો, નમ્રતા પ્રાપ્ત કરવા મથો: તો કદાચ યહોવાના રોષને દિવસે તમને આશ્રય મળશે.
2 કાળવ્રત્તાંત 15:2
તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
યશાયા 55:3
“મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો. મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ.
ચર્મિયા 29:12
તે સમય દરમિયાન તમે મારી પાસે આવીને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ.
યશાયા 55:6
યહોવા મળે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો, તે નજીક છે ત્યાં સુધીમાં તેને બોલાવો.
ગીતશાસ્ત્ર 105:3
તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો; યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
1 કાળવ્રત્તાંત 28:9
“અને મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવનો સ્વીકાર કર અને તેની પૂરા હૃદયપૂર્વક અને રાજીખુશીથી સેવા કર, કારણ, યહોવા અંતર્યામી છે અને તે માણસના બધા વિચારો અને હેતુઓ જાણે છે, જો તું તેની શોધ કરીશ તો તે તારી આગળ પ્રગટ થશે પરંતુ જો તું તેનો ત્યાગ કરીશ તો તે સદા માટે તારો ત્યાગ કરશે.
માથ્થી 7:8
કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે.
આમોસ 5:6
યહોવાને શોધો, તો તમે જીવશો, તેમ નહિ કરો તો તે અગ્નિની જેમ યૂસુફના ઘરની આરપાર, પ્રસરી જશે. તે ભસ્મ કરી નાખશે અને બેથેલ પાસે તેને ઓલવવા માટે કોઇ નહિ હોય.
યર્મિયાનો વિલાપ 3:25
જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે. તેમના માટે યહોવા સારો છે.
ગીતશાસ્ત્ર 69:32
નમ્ર જનો તે જોઇને આનંદ પામશે, દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો.
ગીતશાસ્ત્ર 27:8
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા, હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
ગીતશાસ્ત્ર 22:26
દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે, તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
ગીતશાસ્ત્ર 14:2
યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.
2 કાળવ્રત્તાંત 34:3
તેના શાસનના આઠમે વષેર્ તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વષેર્ તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ.
પુનર્નિયમ 30:1
“મે તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો.
2 કાળવ્રત્તાંત 20:3
યહોશાફાટ ગભરાઇ ગયો અને તેણે યહોવાને પ્રાર્થના કરવાનો નિશ્ચય કર્યો. અને આખા યહૂદામાં ઉપવાસ જાહેર કર્યો.