2 Kings 8:4 in Gujarati

Gujarati Gujarati Bible 2 Kings 2 Kings 8 2 Kings 8:4

2 Kings 8:4
હવે બન્યું એવું કે રાજા એલિશાના નોકર ગેહઝીની સાથે વાત કરતો હતો, તે કહેતો હતો, “દેવના માણસ એલિશાએ કરેલા બધા ચમત્કારોની તું મને વાત કર.”

2 Kings 8:32 Kings 82 Kings 8:5

2 Kings 8:4 in Other Translations

King James Version (KJV)
And the king talked with Gehazi the servant of the man of God, saying, Tell me, I pray thee, all the great things that Elisha hath done.

American Standard Version (ASV)
Now the king was talking with Gehazi the servant of the man of God, saying, Tell me, I pray thee, all the great things that Elisha hath done.

Bible in Basic English (BBE)
Now the king was talking with Gehazi, the servant of the man of God, saying, Now, give me an account of all the great things Elisha has done.

Darby English Bible (DBY)
And the king was talking with Gehazi, the servant of the man of God, saying, Tell me, I pray thee, all the great things that Elisha has done.

Webster's Bible (WBT)
And the king talked with Gehazi the servant of the man of God, saying, Tell me, I pray thee, all the great things that Elisha hath done.

World English Bible (WEB)
Now the king was talking with Gehazi the servant of the man of God, saying, Please tell me all the great things that Elisha has done.

Young's Literal Translation (YLT)
And the king is speaking unto Gehazi, servant of the man of God, saying, `Recount, I pray thee, to me, the whole of the great things that Elisha hath done.'

And
the
king
וְהַמֶּ֗לֶךְwĕhammelekveh-ha-MEH-lek
talked
מְדַבֵּר֙mĕdabbērmeh-da-BARE
with
אֶלʾelel
Gehazi
גֵּ֣חֲזִ֔יgēḥăzîɡAY-huh-ZEE
servant
the
נַ֥עַרnaʿarNA-ar
of
the
man
אִישׁʾîšeesh
of
God,
הָֽאֱלֹהִ֖יםhāʾĕlōhîmha-ay-loh-HEEM
saying,
לֵאמֹ֑רlēʾmōrlay-MORE
Tell
סַפְּרָהsappĕrâsa-peh-RA
me,
I
pray
thee,
נָּ֣אnāʾna

לִ֔יlee
all
אֵ֥תʾētate
things
great
the
כָּלkālkahl
that
הַגְּדֹל֖וֹתhaggĕdōlôtha-ɡeh-doh-LOTE
Elisha
אֲשֶׁרʾăšeruh-SHER
hath
done.
עָשָׂ֥הʿāśâah-SA
אֱלִישָֽׁע׃ʾĕlîšāʿay-lee-SHA

Cross Reference

2 રાજઓ 5:20
ત્યાં દેવભકત એલિશાના નોકર ગેહઝીએ મનમાં કહ્યું, “શું માંરા શેઠે આ અરામી નામાંનને તે જે ભેટ લાવ્યો તે સ્વીકાર્યા વિના જ એમને એમ જવા દીધો? યહોવાના સમ. હું દોડતો તેની પાછળ જાઉ છું અને તેની પાસેથી કંઈ લઈ આવું છું.”

2 રાજઓ 7:1
એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.

2 રાજઓ 7:3
હવે નગરના દરવાજા આગળ ચાર લોકો જેઓને ચામડીનો રોગ થયો હતો; તેઓ એકબીજાને પૂછતાં હતા, “આપણે શા માટે બેઠાં છીએ?

2 રાજઓ 7:10
આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.”

2 રાજઓ 7:16
પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી, અને યહોવાએ કહ્યું હતું તેમ એ દિવસે સમરૂનના બજારમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં

માથ્થી 2:8
પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.”

લૂક 9:9
હેરોદે કહ્યું, “મેં યોહાનનું મસ્તક કાપી નંખાવ્યું, પણ જેના સંબધી હું આ વાતો સાંભળું છું તે કોણ છે?” હેરોદે ઈસુને મળવાના પ્રયત્ન ચાલુ કર્યા.

લૂક 23:8
જ્યારે હેરોદે ઈસુને જોયો ત્યારે તે ઘણો ખુશ થયો. હેરોદે ઈસુ વિષે ઘણી બાબતો સાંભળી હતી. તેથી લાંબા સમયથી તે ઈસુને મળવા ઈચ્છતો હતો. હેરોદ કોઈ ચમત્કાર જોવા માંગતો હતો. તેથી તેણે આશા રાખી કે ઈસુ કંઈ ચમત્કાર કરશે.

યોહાન 9:27
માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”

પ્રેરિતોનાં ક્રત્યો 24:24
થોડાક દિવસો પછી ફેલિકસ તેની પત્ની દ્રુંસિલા સાથે આવ્યો. તેણી એક યહૂદિ હતી. ફેલિકસે પાઉલને તેની પાસે લાવવા માટે કહ્યું. ફેલિકસે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ વિષેની પાઉલની વાતો ધ્યાનથી સાંભળી.

2 રાજઓ 6:32
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ અગાઉથી એક સંદેશવાહક મોકલ્યો હતો, પણ તે પહોંચે તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જોયું? એ જન્મજાત ખૂનીએ મારું માથું ઉડાવી દેવાને માણસ મોકલ્યો છે. સાવધ રહેજો. સંદેશવાહક આવે ત્યારે બારણાં વાસી દેજો અને તેને અંદર પ્રવેશવા દેશો નહિ, એની પાછળ જ આવતા એના રાજાનાં પગલાં નથી સંભળાતાં?”

2 રાજઓ 6:17
પછી એલિશાએ યહોવાને પ્રાર્થના કરી કે, “હે યહોવા, તેની આંખો ખોલી નાખો અને તેને જોવા દો.”યહોવાએ તેના ચાકરની આંખ ખોલી નાખી પછી ચાકરને એ જોઇને આશ્ચર્ય થયું કે નગરની આજુબાજુના પર્વતો અગ્નિ રથો અને ઘોડાઓથી ભરાઇ ગયા હતાં.

2 રાજઓ 2:20
તે બોલ્યો, “એક નવો વાટકો લાવો અને તેમાં થોડું મીઠું મૂકો.”લોકો લઈ આવ્યા.

2 રાજઓ 2:24
એલિશાએ પાછળ ફરી તેમને જોયાં, અને યહોવાના નામે તેમને શ્રાપ આપ્યો, તે જ વખતે જંગલમાંથી બે રીંછડીઓ આવી અને બેંતાળીસ બાળકોને રહેંસી નાખ્યા.

2 રાજઓ 3:14
એલિશાએ કહ્યું, “હું જેમની સેવા કરું છું તે સર્વસમર્થ યહોવાના સમ, યહૂદાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માંન છે, તેથી જ હું તમાંરા ભણી જોઉં છું નહિ તો મેં નજર સરખી કરી ના હોત.

2 રાજઓ 4:3
એટલે એલિશાએ કહ્યું, “તો બહાર જઈને તારા બધા આડોશી-પાડોશી પાસેથી ખાલી વાસણો અને બરણીઓ માંગી લાવ.

2 રાજઓ 4:12
તેણે પોતાના નોકર ગેહઝીનને કહ્યું, “માંરે એ સ્રીની સાથે વાત કરવી છે માંટે તું તેની પત્નીને બોલાવ.”નોકરે બોલાવી એટલે તે આવીને દેવના માંણસ સામે ઊભી રહી.

2 રાજઓ 4:16
એટલે દેવના માંણસે કહ્યું, “આવતે વષેર્ આ વખતે તારા ખોળામાં બાળક હશે.”પણ તેણે કહ્યું, “ના, દેવભકત! આપ દેવના ભકત છો! આ દાસીને છેતરશો નહિ.”

2 રાજઓ 5:14
આથી તેણે જઈને દેવભકત એલિશાએ કહ્યા પ્રમાંણે યર્દનમાં સાત વખત ડૂબકી માંરી, એટલે તેની ચામડી, બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ.

2 રાજઓ 6:6
દેવના માંણસ એલિશાએ પૂછયું, “કયાં પડી?”એટલે પેલાએ જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડી કાપીને તે જગાએ નાખી અને લોખંડની કુહાડીને તરતી કરી.

2 રાજઓ 6:9
પણ દેવભકત એલિશાએ ઇસ્રાએલના રાજાને સંદેશો મોકલી ચેતવ્યો કે, “અમુક જગ્યાએ સાવધ રહેજો, કારણ, અરામીઓ ત્યાં હુમલો કરનાર છે.”

2 રાજઓ 2:14
એલિયાના ઝભ્ભા વડે તેણે નદીના પાણી પર પ્રહાર કર્યો, તે મોટેથી બોલ્યો, “એલિયાના દેવ યહોવા કયાં છે?” અને પાણી બે ભાગમાં વહેચાઇ ગયું, એલિશા નદી પાર કરી ગયો.