લૂક 11:22
પણ ધારો કે બીજો મજબૂત માણસ આવે છે અને તેને હરાવે છે, તે જેના પર પ્રથમ માણસે તેના ઘરને સલામત રાખવા વિશ્વાસ કર્યો હતો તે હથિયારો તે મજબૂત માણસ લઈ જશે. પછી વધારે મજબૂત માણસ બીજા માણસોની માલમિલ્કત બાબતે તેની ઈચ્છા પ્રમાણે કરે છે.
યોહાન 16:33
“મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”
રોમનોને પત્ર 3:4
ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:“તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” ગીતશાસ્ત્ર 51:4
રોમનોને પત્ર 12:21
ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
રોમનોને પત્ર 12:21
ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
1 યોહાનનો પત્ર 2:13
પિતાઓ, હું તમને લખું છું કારણ કે આરંભથી તમે તે કોણ છે તે જાણો છો, જુવાનો, હું તમને લખું છુ, કારણ કે તમે દુષ્ટ વ્યક્તિ (શેતાન) પર વિજય મેળવ્યો છે.
1 યોહાનનો પત્ર 2:14
બાળકો હું તમને લખું છું, કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી ત્યાં હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે. કારણ કે તમે બળવાન છો; દેવનું વચન તમારામાં છે, અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.
1 યોહાનનો પત્ર 4:4
મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે.
1 યોહાનનો પત્ર 5:4
શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે.
1 યોહાનનો પત્ર 5:4
શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે.
Occurences : 28
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்