No lexicon data found for Strong's number: 2547

માર્ક 10:1
પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હંમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 7:4
“તેથી ઈબ્રાહિમે ખાલ્દી દેશ છોડ્યો અને તે હારાનમાં રહેવા ગયો. ઈબ્રાહિમના પિતાના મૃત્યુ પછી દેવે તેને આ સ્થળે મોકલ્યો. જ્યાં હાલમાં તમે રહો છો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:21
પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:26
અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 20:15
બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:1
અમે બધાએ વડીલોની વિદાય લીધી અને પછી વહાણ હંકારી ગયા. અમે કોસ ટાપુ ગયા. બીજે દિવસે અમે રોદસ ટાપુ પર ગયા. રોદસથી અમે પાતરા ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 27:4
અમે સિદોન છોડ્યું અને સૈપ્રસ ટાપુ નજીક વહાણ હંકારી ગયા કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:12
અને તે બંદર શિયાળામાં વહાણોને રહેવા માટે સારી જગ્યા ન હતી. તેથી ઘણા માણસોએ નિર્ણય કર્યો કે વહાણે ત્યાંથી વિદાય થવું જોઈએ. તે માણસોને આશા હતી કે આપણે ફ્નિકસ જઈ શકીએ. વહાણ ત્યાં શિયાળામાં રહી શકે. (ફેનિકસ ક્રીત ટાપુ પર આવેલું શહેર હતું. અને તેને એક બંદર છે જેનું મુખ અગ્નિકોણ તથા ઇશાન ખૂણા તરફ છે.)

પ્રેરિતોનાં ક્રત્યો 28:15
રોમના વિશ્વાસીઓએ જાણ્યું કે અમે અહી હતા. તેઓ અમને આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં મળવા માટે સામા આવ્યા. જ્યારે પાઉલે આ વિશ્વાસીઓને જોયા, તેને વધારે સારું લાગ્યું. પાઉલે દેવનો આભાર માન્યો.

Occurences : 9

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்