Romans 6:10
હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે.
Romans 6:10 in Other Translations
King James Version (KJV)
For in that he died, he died unto sin once: but in that he liveth, he liveth unto God.
American Standard Version (ASV)
For the death that he died, he died unto sin once: but the life that he liveth, he liveth unto God.
Bible in Basic English (BBE)
For his death was a death to sin, but his life now is a life which he is living to God.
Darby English Bible (DBY)
For in that he has died, he has died to sin once for all; but in that he lives, he lives to God.
World English Bible (WEB)
For the death that he died, he died to sin one time; but the life that he lives, he lives to God.
Young's Literal Translation (YLT)
for in that he died, to the sin he died once, and in that he liveth, he liveth to God;
| For | ὃ | ho | oh |
| in that | γὰρ | gar | gahr |
| he died, | ἀπέθανεν | apethanen | ah-PAY-tha-nane |
| died he | τῇ | tē | tay |
| unto | ἁμαρτίᾳ | hamartia | a-mahr-TEE-ah |
| sin | ἀπέθανεν | apethanen | ah-PAY-tha-nane |
| once: | ἐφάπαξ· | ephapax | ay-FA-pahks |
| but | ὃ | ho | oh |
| in that | δὲ | de | thay |
| he liveth, | ζῇ | zē | zay |
| liveth he | ζῇ | zē | zay |
| unto | τῷ | tō | toh |
| God. | θεῷ | theō | thay-OH |
Cross Reference
2 કરિંથીઓને 5:21
ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.
1 પિતરનો પત્ર 3:18
ખ્રિસ્ત પોતે તમારા માટે મરણ પામ્યો. અને મરણ તે તમારા પાપની એક ચૂકવણી હતી. તે ગુનેગાર નહોતો. પણ ગુનેગાર લોકો માટે તે મરણ પામ્યો. તમને બધાને દેવની નજીક લાવવા તેણે આમ કર્યુ તેનું શરીર મરણ પામ્યું, પરંતુ આત્મા દ્ધારા તે સજીવન થયો.
1 પિતરનો પત્ર 4:6
જેઓ હાલ મૂએલાં છે તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, કારણ કે બધાની જેમ તે લોકોનો પણ ન્યાય કરવામાં આવશે. તેઓ જ્યારે જીવંત હતા ત્યારે તેઓએ જે બાબતો કરી હતી તેનો ન્યાય તોળવાનો હતો. પરંતુ તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી કે જેથી તેઓ દેવના જેવા આત્મામાં જીવે.
રોમનોને પત્ર 6:11
એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.
રોમનોને પત્ર 8:3
આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો.
રોમનોને પત્ર 14:7
હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી.
2 કરિંથીઓને 5:15
ખ્રિસ્ત સર્વ લોકો માટે મરણ પામ્યો કે જેથી જે લોકો જીવે છે તેઓ પોતાના માટે જ ન જીવે. તે તેઓને માટે મૃત્યુ પામ્યો અને તે મૃત્યુમાંથી સજીવન થયો. તેથી તે લોકો તેના માટે જીવે.
હિબ્રૂઓને પત્ર 9:26
જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.
લૂક 20:38
જો દેવ કહે કે તે તેઓના દેવ છે તો પછી આ માણસો ખરેખર મૃત્યુ પામેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો જ દેવ છે. બધાં જ લોકો દેવના છે તે જીવતા છે.”