માથ્થી 4:25
આથી ગાલીલથી તથા દશનગરથીતથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.
And | καὶ | kai | kay |
there followed | ἠκολούθησαν | ēkolouthēsan | ay-koh-LOO-thay-sahn |
him | αὐτῷ | autō | af-TOH |
great multitudes | ὄχλοι | ochloi | OH-hloo |
people of | πολλοὶ | polloi | pole-LOO |
from | ἀπὸ | apo | ah-POH |
τῆς | tēs | tase | |
Galilee, | Γαλιλαίας | galilaias | ga-lee-LAY-as |
and | καὶ | kai | kay |
Decapolis, from | Δεκαπόλεως | dekapoleōs | thay-ka-POH-lay-ose |
and | καὶ | kai | kay |
from Jerusalem, | Ἱεροσολύμων | hierosolymōn | ee-ay-rose-oh-LYOO-mone |
and | καὶ | kai | kay |
Judaea, from | Ἰουδαίας | ioudaias | ee-oo-THAY-as |
and | καὶ | kai | kay |
from beyond | πέραν | peran | PAY-rahn |
τοῦ | tou | too | |
Jordan. | Ἰορδάνου | iordanou | ee-ore-THA-noo |
Cross Reference
લૂક 6:17
ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા.
માર્ક 5:20
તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.
માર્ક 7:31
પછી ઈસુએ તૂરની આજુબાજુનો પ્રદેશ છોડ્યો અને સિદોન થઈને ગાલીલ સરોવર તરફ ગયો. ઈસુ દસ ગામોના પ્રદેશમાં થઈને ગયો.
માર્ક 3:7
ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા.
લૂક 6:19
બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!
માર્ક 6:2
વિશ્રામવારના દિવસે ઈસુએ સભાસ્થાનમાં ઉપદેશ આપ્યો. ઘણા લોકો તેનો ઉપદેશ સાંભળીને નવાઇ પામ્યા. આ લોકોએ કહ્યું, ‘આ માણસે આ ઉપદેશ ક્યાંથી મેળવ્યો? તેને આ ડાહપણ કેવી રીતે મળ્યું? તે તેને કોણે આપ્યું? અને આવા પરાક્રમો કરવાની તાકાત તેણે ક્યાંથી મેળવી?
માથ્થી 19:2
ધણા લોકો ઈસુની પાછળ ગયા, ઈસુએ તેમાંના માંદા લોકોને ત્યાં સાજા કર્યા.
માથ્થી 12:15
ફરોશીઓ શું કરવાના છે, તેની ઈસુને જાણ થઈ. તેથી ઈસુ તે જગ્યા છોડી ચાલ્યો ગયો. ઘણા લોકો તેની પાછળ ગયા. ઈસુએ બધા જ બિમાર લોકોને સાજા કર્યા.
માથ્થી 8:1
ઈસુ પર્વત પરથી નીચે ઉતર્યો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ પાછળ ગયો.
માથ્થી 5:1
ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં.