ગીતશાસ્ત્ર 120:4 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 120 ગીતશાસ્ત્ર 120:4

Psalm 120:4
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.

Psalm 120:3Psalm 120Psalm 120:5

Psalm 120:4 in Other Translations

King James Version (KJV)
Sharp arrows of the mighty, with coals of juniper.

American Standard Version (ASV)
Sharp arrows of the mighty, With coals of juniper.

Bible in Basic English (BBE)
Sharp arrows of the strong, and burning fire.

Darby English Bible (DBY)
Sharp arrows of a mighty one, with burning coals of broom-wood.

World English Bible (WEB)
Sharp arrows of the mighty, With coals of juniper.

Young's Literal Translation (YLT)
Sharp arrows of a mighty one, with broom-coals.

Sharp
חִצֵּ֣יḥiṣṣêhee-TSAY
arrows
גִבּ֣וֹרgibbôrɡEE-bore
of
the
mighty,
שְׁנוּנִ֑יםšĕnûnîmsheh-noo-NEEM
with
עִ֝֗םʿimeem
coals
גַּחֲלֵ֥יgaḥălêɡa-huh-LAY
of
juniper.
רְתָמִֽים׃rĕtāmîmreh-ta-MEEM

Cross Reference

ગીતશાસ્ત્ર 45:5
તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે, તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.

પ્રકટીકરણ 21:8
પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

યાકૂબનો 3:5
એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે.અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે.

નીતિવચનો 19:9
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહે નહિ, જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.

નીતિવચનો 19:5
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે છટકવા પામતો નથી.

નીતિવચનો 18:21
જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.

નીતિવચનો 18:8
કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે.

નીતિવચનો 16:27
નકામો માણસ દુષ્ટ યોજનાઓ ઘડે છે. તેની જીભે બળબળતો અજ્ઞિ છે.

નીતિવચનો 12:22
યહોવા અસત્યને ધિક્કારે છે, પણ સાચા માણસ પર પ્રસન્ન રહે છે.

નીતિવચનો 11:18
દુષ્ટ કમોર્ કરનાર પોતાનો જૂઠાણાનો પગાર મેળવે છે પણ જે નીતિમત્તાનું બીજ વાવે છે તે સાચો હોવા બદલ વળતર મેળવે છે.

નીતિવચનો 11:12
જે વ્યકિત પોતાના પડોશી માટે ખરાબ બોલે છે તેનામાં અક્કલ હોતી નથી. પણ સમજુ માણસ મૂંગો રહે છે.

નીતિવચનો 11:9
દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.

ગીતશાસ્ત્ર 140:9
તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ; મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.

ગીતશાસ્ત્ર 59:7
તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે. તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે. તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.

ગીતશાસ્ત્ર 57:4
મારું જીવન જોખમમાં છે. હું માનવભક્ષી સિંહોનાં જેવા હિંસક દુશ્મનોથી ઘેરાયો છું. તેમના દાંત તીર ને ભાલાં જેવા છે, તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.

ગીતશાસ્ત્ર 52:5
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.

ગીતશાસ્ત્ર 7:13
યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે. અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

પુનર્નિયમ 32:23
પછી હું તે લોકો પર એક પછી એક આફતો ઉતારીશ; તરકશનાં માંરાં તીક્ષ્ણ તીરોથી હું તેઓને વીંધી નાખીશ.