Acts 6:13
યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ આ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા આ પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે.
And | ἔστησάν | estēsan | A-stay-SAHN |
set up | τε | te | tay |
false | μάρτυρας | martyras | MAHR-tyoo-rahs |
witnesses, | ψευδεῖς | pseudeis | psave-THEES |
said, which | λέγοντας | legontas | LAY-gone-tahs |
This | Ὁ | ho | oh |
ἄνθρωπος | anthrōpos | AN-throh-pose | |
man | οὗτος | houtos | OO-tose |
ceaseth | οὐ | ou | oo |
not | παύεται | pauetai | PA-ay-tay |
speak to | ῥήματα | rhēmata | RAY-ma-ta |
blasphemous | βλάσφημα | blasphēma | VLA-sfay-ma |
words | λαλῶν | lalōn | la-LONE |
against | κατὰ | kata | ka-TA |
this | τοῦ | tou | too |
τόπου | topou | TOH-poo | |
holy | τοῦ | tou | too |
ἁγίου | hagiou | a-GEE-oo | |
place, | τούτου | toutou | TOO-too |
and | καὶ | kai | kay |
the | τοῦ | tou | too |
law: | νόμου· | nomou | NOH-moo |
Cross Reference
Acts 6:11
તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.”
Acts 21:28
તેઓએ બૂમો પાડી, ‘અરે! ઈસ્રાએલી માણસો, અમને મદદ કરો! આ એ માણસ છે જે મૂસાના નિયમશાસ્ત્રની વિરૂદ્ધ, આપણા લોકોની વિરૂદ્ધ અને આ જગ્યાની વિરૂદ્ધ શીખવે છે. આ માણસ દરેક જગ્યાએ બધા જ લોકોને આ વાતો શીખવે છે. અને હવે તેણે કેટલાએક ગ્રીક માણસોને મંદિરની પરસાળમાં દાખલ કર્યા છે! તેણે આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યુ છે.”
Psalm 27:12
હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો. કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
Psalm 35:11
નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે, અને જેના વિષે મેં કદી સાંભળ્યંુ નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
Psalm 56:5
મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે. અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
Matthew 24:15
“જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે)
Acts 7:58
તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા.
Acts 25:8
પાઉલે પોતાના બચાવ માટે જે કહ્યું તે આ છે. “મેં યહૂદિઓના નિયમ વિરૂદ્ધ, મંદિર વિરૂદ્ધ કે કૈસર વિરૂદ્ધ કશું ખોટું કર્યુ નથી.”